સુરક્ષા અધિકારીની ભરતી માટે તાપી જિલ્લામાં શિબિર આયોજિત કરાઈ છે
ફાઈલ ફોટો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી એન્ડ ઈરિજેજન્સ સર્વિસ ઈન્ડીયા લી. ના સહયોગથી વ્યારા-તાપી જિલ્લામાં જવાન અને સુરક્ષા સુપરવાઈઝર અને સુરક્ષા અધિકારી ભરતી શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. આ ભરતી અંતર્ગત તા. ૦૮/૧૨/૨૦૨૫ તાલુકા નિઝર આર.જી.પટેલ વિધાલય-નિઝર, તા. ૦૯/૧૨/૨૦૨૫ ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કુલ-ઉચ્છલ, ૧૦/૧૨/૨૦૨૫ કુકરમુંડા સરસ્વતી વિદ્યાલય – કુકરમુંડા, તા. ૧૧/૧૨/૨૦૨૫ સોનગઢ સાર્વજનિક હાઈસ્કુલ-સોનગઢ, તા. ૧૨/૧૨/૨૦૨૫ વાલોડ હાઈકુલ-વાલોડ, તા. ૧૩/૧૨/૨૦૨૫ વ્યારા જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ વ્યારા ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારોની ઉંમર ૨૦ થી ૪૦ વર્ષ -લાયકાત સુપરવાઈઝર ૧૨ પાસ અને સુરક્ષા જવાન ૧૦ પાસ, સુરક્ષા અધિકારી ગ્રેજયુએટ, ઉંચાઈ ૧.૬૮ સે.મી. વજન ૫૬ કિલો, છાતી ૬૦ થી ૮૫ અને શારીરીક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેની ઈચ્છા હોય તેવા ઉમેદવાર બઘા ડોકયુમેન્ટની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા, આઘારકાર્ડ, બોલપેન લઈને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ગાંધીનગર માં ટ્રેનીંગ આપીને સિકયુરીટી એન્ડ ઈન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી.માં કાયમી નિયુકત ૬૫ વર્ષ સુધી ગુજરાતમાં મળશે. ભારત સરકાર, રાજય સરકાર અને પુરાંતતત્વ બદરંગા એરપોર્ટ બેન્ક મલ્ટીનેશનલ ઓધોગિક ક્ષેત્ર વગેરે જગ્યા ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનને ૧૫૫૦૦/- થી ૨૦૫૦૦/- સુઘી અને સુપરવાઈઝર ર૦પ૦૦/- થી રપપ૦૦/- સુઘી અને અન્ય સુવિઘાઓ માટે દર વર્ષ પગારમાં વધારો, પ્રમોશન, પીએફ, ઈ.એસ.આઈ, ગ્રેજયુટી, મેડીકલ સુવિઘા, બોનસ, પેન્સન જેવી વિઘાઓ આપવામાં આવશે. વઘારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૨૫૯૮૭૯૧૪ પર સંર્પક કરવો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
