શેરૂલ્લા–બોરદા રોડ રાજ્ય ધોરી માર્ગ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી

0
IMG-20251124-WA0015
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪, તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, વ્યારા હસ્તકનાં સોનગઢ સેકશન હેઠળ આવેલ શેરૂલ્લા-બોરદા રસ્તો જે શેરૂલ્લા ગામથી સાતકાશી થઈને બોરદા ગામને જોડતો રાજયધોરી માર્ગ છે જેની કુલ લંબાઈ ૨૯.૫૦ કિ.મી. છે જેને હયાત ૭.૫૦ મીટર ડામર સપાટીમાંથી ૧૦.૦૦ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવાથી લોકોમાં રાહત થઈ છે. આ રસ્તો સોનગઢ તાલુકા અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાને તેમજ બે જિલ્લાને જોડતો ખુબ જ અગત્યનો રાજયધોરી માર્ગ છે. સદર પહોળો થવાથી વાહનવ્યવહાર ઝડપી બનશે અને ખેત પેદાશ એજ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહેશે. આ રસ્તાને લીધે કૃષિ, ઔદ્યોગિક અને શિક્ષણ ક્ષેત્રે વાહન વ્યવહાર સરળ બનશે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *