તાપી જિલ્લાનાં નિઝરના વૈશાલીબેન સમુદ્રેની શ્રેષ્ઠ BLO કામગીરી રાજ્ય ચૂંટણી પંચે બિરદાવી
વૈશાલીબેને સો ટકા કામગીરી સમયમર્યાદા કરતા ઝડપી પૂર્ણ કરતા મુખ્ય ચૂંટણી અધિકારીએ પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માન કર્યું
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૨૧- ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં SIR મતદાર યાદી સુધારણા અભિયાન વેગવાન બન્યું છે ત્યારે તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં સમાવિષ્ઠ ૧૭૨- નિઝર (અ.જ.જા.) મતદાર વિભાગના વૈશાલીબેન ગોરખભાઈ સમુદ્રેની શ્રેષ્ઠ BLO ની કામગીરી આજે તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ રાજ્ય ચૂંટણી પંચે બિરદાવી હતી. તેઓને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી હરિત શુક્લ (IAS) ના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત થયું હતું.
તાપી જિલ્લામાં SIR મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત BLO કામગીરીની વિગતો અંગે વાત કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધવલ મદાતે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર વૈશાલીબેન દ્વારા કરવામાં આવેલી કામગીરી અન્ય મિત્રો માટે ખૂબ પ્રેરણાદાયક છે. સમગ્ર રાજ્યમાં વૈશાલીબેનને શ્રેષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા એ આપણા જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. વૈશાલીબેનના કાર્યક્ષેત્ર ૧૭૨- નિઝર(ST) મતદાર વિભાગના વ્યાવલ ૧ના ભાગ નં.૧૧૭ માં ૧૨૨૫ મતદારો હતા. તેમણે ગણતરી ફોર્મ વિતરણ કરી, ફોર્મ ભરાવી ચકાસણી કરી BLO App માં Upload કર્યા હતા અને સો ટકા કામગીરી અંતિમ તા.૦૪/૧૨/૨૦૨૫ પહેલા પૂર્ણ કરી તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
