વ્યારા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. આજરોજ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને તેમજ વિવિધ સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
સંકલન સમિતિના વિવિધ મુદ્દાઓ જેમાં પેન્શન કેશ, સરકારી વસુલાત, પેન્ડિંગ અરજીઓ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીએ આપ્યું હતું. ઉપરાંત વિવિધ કચેરીઓના સીએમ ડેશબોર્ડ, સ્વાગત પોર્ટલ, વિવિધ હેતુ માટે ફાળવેલી જમીનની ચર્ચા, વીજાણુ મતદાન યંત્રોના સ્ટોરેજ હાઉસની મરામત, કચેરીઓની તપાસણી જેવી બાબતોમાં રીવ્યુ કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિ બાદ કાયદો અને વ્યવસ્થા તેમજ માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
