સુરત રેન્જ આઇ.જી.પી.શ્રી દ્વારા તાપી જિલ્લાના નિઝર ડીવીઝનનું વાર્ષિક ઇન્સ્પેકશન

0
Screenshot_20251120_191122_M365 Copilot
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તા.૨૨/૦૩/૨૦૨૪થી નિઝર ડીવીઝન નવું ખોલવામાં આવેલ હોય જેનું પ્રથમ વાર્ષિક ઇન્સ્પેકશન શ્રી પ્રેમવીર સિંહ, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત દ્વારા તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ હતું અને તેઓશ્રી કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઇન્સ્પેકશન પુર્ણ કરેલ. અને તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી, તાપીની કચેરી ખાતે તાપી જિલ્લા પોલીસના અધિકારીશ્રીનાઓ સાથે મીટીંગનું આયોજન કરી દેશ વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોને અને હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એકટ, એકસપ્લોઝીવ એકટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા, પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ. જેવા કેસો તથા પેટ્રોલીયમ ધારાના કેસોમાં સંડોવાયેલ આરોપીઓ બાબતે તથા તેઓએ ભુતકાળમાં આચરેલ ગુનાઓનું રીવ્યુ કરેલ તેમજ સાયબર ક્રાઇમના લગતા ગુનાઓનું ડીટેકશન વધારવા સુચનાઓ આપેલ હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ, જિ.તાપી દ્વારા આંગડીયા પેઢી લુંટનો અનડીટેકટ ગુનો અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જિ.તાપી દ્વારા ફ્રોડના બે અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા બદલ પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other