માઁ શિવદૂતી સ્કૂલનાં વિધાર્થીઓ યુવા ઉત્સવ-25માં પ્રદેશકક્ષાએ પસંદગી પામ્યા

0
WhatsApp Image 2021-01-20 at 13.29.13
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ-2025 બુહારી ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાનાં તમામ તાલુકાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં વરૂણસિંહ રાજપૂત્, સ્ટોરી રાઈટીંગમાં પ્રથમ, સીમરન રાજેશભાઈ ચૌધરી, ડીક્લેમેશનમાં પ્રથમ, ગામીત વિધીકુમારી અંકુશભાઈ, શીઘ્ર વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ, ગામિત અસ્મિતાકુમારી અરવિંદભાઈ શાસ્ત્રીય નૃત્ય- કૂચીપૂડીમાં પ્રથમ, પાડવી રાનીબેન પ્રકાશભાઈ શાસ્ત્રીય નૃત્ય મણીપૂરીમાં પ્રથમ અને પાડવી અંકિતાબેન વિજયભાઈ શાસ્ત્રીય નૃત્ય – ઓડિસીમાં પ્રથમ કમાંક મેળવી પ્રદેશકક્ષાએ પસંદગી પામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી માઁ શિવદૂતી સાયન્સ સ્કુલનું ગૌરવ વધારતા શાળાનાં ચેરમેનશ્રી, અજયસિંહ રાજપૂત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, અમૃતાબેન ગામીતે અભિનંદન પાઠવ્યા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other