તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પ્રકૃતિના ખોળામાં અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભગવાન શ્રી બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી 15મી નવેમ્બર 2025 જનજાતિ ગૌરવ દિવસ તરીકે તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લાના ખેરવાડા ગામે સૂર્યપુત્રી શ્રી તાપી માતાના પવિત્ર તટ પર અતિ પૌરાણિક શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને ટૂંક સમયમાં નિર્માણ પામનાર સૂર્યપુત્રી શ્રી તાપી માતાના પવિત્ર મંદિરના પરિસરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ, ગંગા સમગ્ર તાપી પ્રાંત અને મહિલા મંડળ ઉકાઈ ના સંયુક્ત ઉપક્રમે ખુબજ ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.

શ્રી બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની જીવાદોરી સૂર્યપુત્રી તાપી માતાના પવિત્ર જળમાં સેન્ટર ઓફ એક્સેલન્સ કામધેનુ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા 5000 મત્સ્ય બીજનું સંચયન કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ, ગંગા સમગ્ર તાપી પ્રાંત, મહિલા મંડળ ઉકાઈ ના 100 જેટલા પદાધિકારીઓ દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતાં. મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. સૂર્યપુત્રી શ્રી તાપી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.

તાપી નમસ્તુભ્યમ્ કાર્યક્રમ અંતર્ગત બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પ્રકૃતિના ખોળામાં અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ગ્રામજનો સાથે સૌ તીર્થ મહાપ્રસાદી લઈ છૂટા પડ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *