સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૧૪ નવેમ્બરના દિવસે “રાષ્ટ્રીય બાળ દિવસ” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ (૧૪ નવેમ્બર, ૨૫) રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી પ્રાથમિક અને માધ્યમિક શાળા સાતકાશી ખાતે કરવામાં આવી. જે કાર્યક્રમમાં સીઓઈ ઉકાઈમાં જુનિયર રિસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા શ્રી સાગર ઢીંમર, સીઓઈ ઉકાઈની ટીમ અને પ્રાથમિક અને માધ્યમિક શાળા સાતકાશીના સ્ટાફ હાજર રહેલ હતી. આ કાર્યક્રમમાં શ્રી સાગર ઢીંમર દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળા સાતકાશીના કુલ ૧૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ દરમિયાન સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિષય પર વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહથી ભાગ લીધેલ હતો. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી જેઓ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કેન્દ્ર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યું. સમગ્ર આયોજન ડો સ્મિત લેન્ડે હેડ સી. ઓ. ઈ. ઉકાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *