વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, એલ.સી.બી. તાપી તથા સાથેના અધિકારી/કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી અને આજરોજ હે.કો.ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા સાથેના બીજા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા દરમ્યાન સાથેના અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનામા ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ સુઝુકી કંપનીની એક્સેસ ૧૨૫ ગ્રે કલરની જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-26-S-9100 ની ચોરી કરનાર ઇસમ હાલ વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ તરફ ચાલતો ચાલતો જાય છે.અને તેણે શરીરે આછા કથ્થઇ કલરનુ લાઇનીંગ અને ડિઝાઇનવાળુ શર્ટ તથા રાખોડી કલરનુ પેન્ટ પહેરેલ છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ ઉપરથી વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ ઉપર જતા બાતમી હકિકતવાળો આરોપી- અક્ષય બાબુલાલ ભગુરે ઉ.વ.૨૭ રહે.રૂમ નં.૪૦૩ ચોથા માળે,તિરંગા હાઇટ્સ,વેસુ સુરત શહેર મુળ રહે.સર્વોદય નગર તા.સૈલુ જી.પરબની મહારાષ્ટ્ર ને પકડી પાડી આ મો.સા. અંગે યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા હાલમાં મને આર્થીક તંગી હોય જેથી મારી રૂપીયાની જરૂરિયાત પુરી કરવા સારૂ મે ચોરી કરવાનુ વિચારેલ જેથી આજથી અઠવાડીયા પહેલા હું સુરત થી ટ્રેનમાં બેસીને સાંજના સમયે વ્યારા રેલ્વે સ્ટેશન ઉપર આવેલ વ્યારા સ્ટેશન રોડથી સીધા રસ્તે આવતા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે સર્કલથી સ્ટેશન રોડ તરફ જવાના રોડ ઉપર સાઇડમાં ઘણી બધી દુકાનો હોય અને ત્યાં ઘણી બધી મોટર સાયકલ મુકેલ હોય તે જગ્યાએ જતા એક ગ્રે કલરની એક્સેસ મોપેડ ચાવી સાથે જ મુકેલ હોય તેની ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે મોટર સાયકલ બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા આ મોટર સાયકલ ચોરી બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉપરકોત મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ, પકડાયેલ આરોપી પાસેથી ગ્રે કલરની એક્સેસ મોપેડની કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી આરોપીને તા.૧૩/૧૧/૨૦૨૫ ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

અક્ષય બાબુલાલ ભગુરે ઉ.વ.૨૭ રહે.રૂમ નં.૪૦૩ ચોથા માળે, તિરંગા હાઇસ, વેસુ સુરત શહેર મુળ રહે.સર્વોદય નગર તા.સૈલુ જી.પરબની મહારાષ્ટ્ર

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ગ્રે કલરનની એક્સેસ મોપેડ રજીસ્ટ્રેશન નંબર GJ-26-S-9100 ચેચીસ નંબર MB8DP11AAK8B44347 તથા એન્જીન નંબર AF216046465 કિ.રૂ.૧૫,૦૦૦/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૫૨૧૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ

કામગીરી કરનાર ટીમ :- પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ મહોબતસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હે.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, પો.કો. રોનક સ્ટીવંસન, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *