સી.ઈ.ઓ. ઉકાઈ કેન્દ્ર દ્વારા સાતકાશી ગામે “માછલીમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન” વિષય ઉપર પરિસંવાદ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીક પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ગામે “માછલીમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન” વિષય ઉપર પરિસંવાદનુ તા. ૧૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સાતકાશી ગામના મંત્રીશ્રી કીશનભાઈ વસાવા તેમજ સરપંચ શ્રી શૈલેશ સંકર અને સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીકમાં જૂનિયર રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા શ્રી સાગર ઢીંમર હાજર રહ્યા હતા તેમજ માછીમારી સાથે સંકળાયેલા મત્સયખેડૂતો ૨૦ જેટલા હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન શ્રી સાગર ઢીંમરએ માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. અંતમાં મત્સયખેડૂતો દ્વારા તાલીમથી મળેલ માહીતી બાબતે સંતોષ વ્યક્ત કર્યો અને આવી કૌશલ્ય વર્ધક તાલીમો અત્રેથી મળતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *