નિઝર તાલુકામાં ભગવાન બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવની ઉત્સાભેર ઉજવણી
મનિઝર તાલુકાના નારણપુર, રૂમકિતલાવ, વેલ્દાટંકી અને નિઝર તાલુકા મથકે જનજાતિય ગૌરવ રથ આવી પહોંચતા નિઝરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
–
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૧૦. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ડોલવણ તાલુકાથી પ્રસ્થાન કરેલ આ ગૌરવ રથયાત્રા વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ થઇ નિઝર તાલુકામાં આવી પહોંચતા નિઝર તાલુકાના નારણપુર, રૂમકિતલાવ,વેલ્દાટંકી અને નિઝર તાલુકા મથકે મહાનુભાવો સહીત નાગરિકોએ હર્ષઉલ્લાસથી આવકરી લીધી હતી
આ પ્રસંગે સભાને સંબોધન કરતા આદિજાતે વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ અને જમીન માટે આદિવાસી હકોની અડગ લડત લડી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિનને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવીને આદિવાસી ગૌરવને નવા શિખરે પહોંચાડ્યું છે. રાજપીપલામાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી બની રહી છે, જે ગુણવત્તાસભર અને અદ્યતન શિક્ષણનો નવો યુગ શરૂ કરશે.
આજે આદિવાસી દીકરીઓ ઇજનેરી અને એમબીબીએસ જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, જે વડાપ્રધાનશ્રીના સંકલ્પ અને નીતિઓનું પરિણામ છે. આ યાત્રા આદિવાસી એકતા અને ગૌરવનું પ્રતિક છે, અને સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
આતા કે રમત ગમત વિકાસ વિભાગના રાજ્ય મંત્રી ડૉ જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક્કો અને સ્વાભિમાન માટે અદભૂત સંઘર્ષ કર્યો હતો. તેમના જીવન, શિક્ષણ અને આંદોલન દ્વારા તેમણે સમાજને નવી દિશા આપી હતી. તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહત્વપૂર્ણ અને પરિણામલક્ષી પ્રયાસો હાથ ધર્યા છે. આ સાથે, શ્રી જયરામ ગામીતે પણ જનતાના પ્રશ્નોને ઉકેલવા અને તેમની અવાજને પ્રબળપણે રજૂ કરવા માટે પોતાની અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.
આ કાર્યક્રમ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. જેમાં તાપી જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા સેવાકીય લાભ લોકોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા અન્ય હોદ્દેદારો, નિઝર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી-સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોર, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
