રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માણેકપુરમાં ગામઠી આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૦. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામીતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશી જુવારના રોટલા અને ચુલા પર બનેલા આદિવાસી વ્યંજનોને આરોગી આ ખોરાક ખુબજ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોવાનું જણાવ્યું હતું
આ તકે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, રાજયપાલશ્રીના પરિસહાયક શ્રી બલરામ મીના, પોલીસ અધિક્ષક શ્રી જશુભાઈ દેસાઈ, તેમજ અન્ય અધિકારીઓએ પણ રાજ્યપાલશ્રી સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
