જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ઉચ્છલ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જનજાતિય ગૌરવ રથનુ કરાયુ ભવ્ય સ્વાગત

0
IMG-20251110-WA0020
Contact News Publisher

આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત ઉચ્છલ ખાતે ગૌરવ રથ યાત્રા કાર્યક્રમમાં સહભાગી થયા

વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ આદિવાસી સમાજના વિધાર્થીઓ, રમતવીરોનું પણ સન્માન કરાયું 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10.  દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં ‘જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ઉમરગામથી અને અંબાજીથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોચી રહ્યા છે.

આ જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત તા.૭ મી નવેમ્બરના રોજ વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજરોજ ઉચ્છલ ખાતે આવી પહોચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના લોકોને ગૌરવ અપાવ્યું એમ ઉમેરતા સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજ અન્ય સમાજની જેમ જ અગ્ર હરોળમાં આવે તે માટે અમલમા મુકવામા આવેલ, ફ્રી-શિપ કાર્ડ, વનબંધુ કલ્યાણ, દૂધ સંજીવીની યોજના, પીએમ જનમન યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા.

આ તકે રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીતે પણ પ્રાસંગિક વક્તવ્યમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે લોકોને જાગૃત કર્યા હતા. મંત્રીશ્રીએ સૌને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇ અન્યને પણ લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.

આ કાર્યક્રમ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહિં સેવાસેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા સેવાકીય લાભ લોકોને આપવામાં આવી હતી.

આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા,અન્ય હોદ્દેદારો, ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી-સભ્યશ્રીઓ, સરપંચશ્રી,પ્રયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોર, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર સિંધે, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *