છ માસથી ઘરમાંથી કાઢી મુકતા પરિણિતાએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ : છ માસ પછી પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભયમ ટીમ તાપી

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામમાંથી એક મહિલાએ 181 અભયમમા કોલ કરી જણાવેલ કે તેના સાસરિયા અને પતિએ શક વહેમ કરી ઘરમાંથી કાઢી મુકેલ છે જેથી મદદની જરૂર છે. કોલ મળતા જ ટીમ સાથે સ્થળ પર પહોંચી તમામ હકીકત જાણી તો જણાવેલ કે તેમના લગ્નને 22 વર્ષ થયેલ છે હાલ 2 દીકરીઓ છે પતિ કાયમ શક વહેમ કરી લડાઈ ઝગડા કરે છે અને 6 માસ પેલા ઝગડા કરી મહિલાને ઘરમાંથી કાઢી મુક્યા છે. હાલ મોટી દીકરી અઠવાડિયાથી બીમાર છે દવાખાને લઇ જતા નથી તો પીડિતા દવાખાને લઇ જવા માટે સાસરીમાં આવ્યા તો સાસરિવાળા અને પતિ એ ઝગડો કર્યો દીકરીને દવાખાને લઇ જતા નથી અને પીડિતાને લઇ જવા દેતા નથી. માનસિક ત્રાસ આપે છે. ટીમે સ્થળ પર પીડિતાના સાસરિવાળાનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે શક વહેમ કરી ઝગડા કરવા નહિ અને માનસિક ત્રાસ આપવો નહિ. બંને પક્ષે હળીમળીને રહેવું,  બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું,  તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર કરાવવી જે વિશે વિગતે સમજ આપી સ્થળ પર સમાધાન કરાવેલ  અને બંને પક્ષે થયેલ મતભેદ દૂર કરેલ જેથી બંને પરિવારે સુખદ સમાધાન થતા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other