વ્યારાનાં અભિષેક રોહાઉસમાં થયેલ ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૧/૧૦/૨૦૨૫ ના કલાક ૧૫/૩૦ વાગ્યા થી તા.૨૪/૧૦/૨૦૨૫ ના કલાક ૦૫/૦૦ વાગ્યા દરમ્યાન વ્યારાના એ/૨, અભિષેક રોહાઉસ, તળાવ રોડ ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે ઘરના મુખ્ય દરવાજાને મારેલ લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ લોખંડના કબાટ તથા ફર્નીચરના કબાટના લોકર તોડી બન્ને કબાટના લોકરમાં મુકેલ કુલ્લે રૂપિયા ૨૭,૫૮,૦૦૦/- ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોય જે અંગે વ્યારા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ થથો હતો.
ઉપરોકત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી જે.એન. દેસાઇ, પોલીસ અધિક્ષક, તાપી તેમજ શ્રી પી.જી. નરવાડે, નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગની સુચના આધારે શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તથા પો.ઇન્સ. શ્રી જે.બી. આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે., તાપી તેમજ પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તથા પો.સ.ઇ. શ્રી એન.પી. ગરાસીયા, એસ.ઓ.જી., તાપી એલ.સી.બી. શાખા/પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન પો.ઇન્સ. શ્રી એન.જી. પાંચાણી તથા પો.ઇન્સ. શ્રી જે.બી. આહિર તેમજ પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવાને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમી આધારે આરોપીઓ (૧) અમરજીતસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૩૬, રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ (૨) બલવીન્દરસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૨૬, રહે. હાલ- કોસમડીમોડા, વાલીયા ચોકડીથી આગળ, અંકલેશ્વર, જી.ભરૂચ, મુળ રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ (૩) પ્રદિપસીંગ જોગીન્દરસીંગ સીકલીકર, રહે. હાલ- મીંઢોળા નદીના કિનારેની ખાડાવાળી ઝુપડપટ્ટી, કોર્ટની સામે, બારડોલી, તા.બારડોલી, જી. સુરત ને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ સોનાચાંદિના દાગીના બાબતે પુછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના કામે ચોરીમાં ગયેલ સોનાચાંદિના દાગીના હોવાનુ જણાતા પકડાયેલ ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના/ચાંદિના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા, કુલ વજન, ૨૫.૭ તોલા, તથા ચાંદિના ઘરેણા, કુલ વજન ૧૫૨ તોલા મળી કુલ્લે રૂ! ૨૦,૦૯,૦૦૦/-ની મત્તાના સોના/ચાંદિના ઘરેણા, મોટર સાયકલ નંગ-૦૧, કિં.રૂ! ૫૦,૦૦૦/-, આરોપીઓની અંગઝડતી દરમ્યાન મળેલ મોબાઇલ નંગ- ૦૩, કિં.રૂ! ૨૦,૦૦૦/- તથા રોકડા રૂ! ૨૨,૪૬૦/- તેમજ ચાકુ નંગ-૦૧ મળી કુલ્લે ૨૧,૦૧,૪૬૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આઆરોપીની અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) અમરજીતસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૩૬, રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ
(૨) બલવીન્દરસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૨૬, રહે. હાલ- કોસમડીમોડા, વાલીયા ચોકડીથી આગળ, અંકલેશ્વર, જી.ભરૂચ, મુળ રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ
(૩) પ્રદિપસિંગ જોગીન્દરસિંગ ભીમસિંગ બાવરી જાતે સીકલીગર ઉવ.૩૨ રહે.બારડોલી જુની સિવીલ કોર્ટની સામે તા.બારડોલી, જિ.સુરત ગ્રામ્ય
આરોપીના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ :-
(૧) સોના/ચાંદિના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા, કુલ વજન, ૨૫.૭ તોલા, તથા ચાંદિના ઘરેણા,
કુલ વજન ૧૫૨ તોલા મળી કુલ્લે રૂ. ૨૦,૦૯,૦૦૦/-ની મત્તાના ઘરેણા
(૨) ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર GJ-16-DR-6213 કિ.રૂ.૫૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ- ૩, કિ.રૂ. ૨૦,૦૦૦/-
(૪) રોકડા રૂ. ૨૨,૪૬૦/- મળી કુલ્લે ૨૧,૦૧,૪૬૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુના :-
(૧) વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૫૨૧૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૩૩૧(૩)(૪),૩૦૫(એ) મુજબ
(૨) પકડાયેલ આરોપીઓ પૈકી બલવીન્દરસીંગ સુરજીતસીંગ સીકલીકરનો અંકલેશ્વર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૯૦૬૧૨૫૦૩૭૮/૨૦૨૫ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩)(૪), ૧૧૨(૧), ૩(૫) મુજબના ગુનામાં વોન્ટેડ છે.
ગુનાનો એમ.ઓ :-
રાત્રી દરમ્યાન મોટર સાયકલનો ઉપયોગ કરી રેકી કરી ચહેરા પર બુકાની બાંધી પોતાની ઓળખ તથા વેશ છુપાવી બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાનો
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ-
(૧) અમરજીતસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૩૬, રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ
ના વિરૂધ્ધ ભરૂચ જીલ્લામાં કુલ-૦૮ ગુનાઓ નોંધાયેલ છે જે પૈકી મુખ્યત્વે ઘરફોડ ચોરીના ગુના છે.
(૧) ભરૂચ અંકલેશ્વર શહરેપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૯૦૦૪૨૦૦૨૮૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ
(૨) ભરૂચ અંકલેશ્વર GIDC પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૯૦૨૧૨૫૦૪૨૩/૨૦૨૫ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪)મુજબ
(૩) ભરૂચ અંકલેશ્વર સીડી બી ડીવીઝનપો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૯૦૬૧૨૫૦૩૭૮/૨૦૨૫ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪)મુજબ
(૪) ભરૂચ અંકલેશ્વર GIDC પો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૩૨/૨૦૧૫ ઇ.પી.કો કલમ-૩૮૦, ૪૫૪મુજબ
(૫) ભરૂચ અંકલેશ્વર GIDC પો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૪૫/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૪૫૪,૪૫૭ મુજબ
(૬) ભરૂચ અંકલેશ્વર શહેરપો.સ્ટે. I ગુ.ર.નં.૦૦૫૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૪૫૭ મુજબ
(૭) ભરૂચ અંકલેશ્વર શહેરપો.સ્ટે. I ગુ.ર.નં.૦૨૩૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ- ૩૨૩, ૩૨૫, ૫૦૪ ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એકટ કલમ-૧૩૫મુજબ
(૮) ભરૂચ હાસોટપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૯૦૨૪૨૧૦૨૧૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૨૬૯, ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ-૫૧ (એ) તથા એપેડેમિક એક્ટ કલમ-૩મુજબ
(૨) બલવીન્દરસીંગ સુરજીતસીંગ સીકલીકર, ઉ.વ.૨૬, રહે. હાલ- કોસમડીમોડા, વાલીયા ચોકડીથી આગળ, અંકલેશ્વર, જી.ભરૂચ, મુળ રહે. લલીતસાગર, હાંસોટ, તા.હાંસોટ, જી.ભરૂચ ના વિરૂધ્ધ ભરૂચ તથા સુરત ગ્રામ્ય જીલ્લામાં કુલ-૦૩ ગુના નોંધાયેલ છે અને મજકુર આરોપી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે બે ગુનામાં કુલ- ૨૨ દિવસ જેલમાં રહેલ છે. અને હાલ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ છે.
(૧) ભરૂચ અંકલેશ્વર શહરેપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૯૦૦૪૨૦૦૨૮૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ
(૨) ભરૂચ અંકલેશ્વર શહેર પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૯૦૨૧૨૪૦૪૫૫/૨૦૨૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબ
(૩) સુરત ગ્રામ્ય બારડોલીપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૦૮૨૪૧૧૪૧/૨૦૨૪ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨) મુજબ
જેલમાં રહ્યાની વિગત-
મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે બે ગુનામાં કુલ- ૨૨ દિવસ જેલમાં રહેલ છે.
(૩) પ્રદિપસીંગ જોગીન્દરસીંગ સીકલીકર. રહે.હાલ- મીંઢોળા નદીના કિનારેની ખાડાવાળી ઝુપડપટ્ટી, કોર્ટની સામે, બારડોલી, તા.બારડોલી, જી. સુરત ના વિરૂધ્ધ કુલ-૧૪ ગુનાઓ નોંધાયેલ છે જે પૈકી મુખ્યત્વે ઘરફોડ ચોરી તથા અન્ય ચોરીના ગુના છે અને ઇ આરોપી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે પાંચ ગુનામાં કુલ- ૬૭૯ દિવસ જેલમાં રહેલ છે.
(૧) સુરત શહેર અડાંજણપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૩૨૨૦૧૮૮/૨૦૨૨ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૨) સુરત શહેર રાંદેરપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૦૨૨૦૭૩૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ. (૩) સુરત ગ્રામ્ય બારડોલીપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૦૮૨૨૦૧૧૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ. (૪) સુરત ગ્રામ્ય બારડોલીપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૦૮૨૪૧૧૪૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨) મુજબ. (૫) સુરત ગ્રામ્ય બારડોલીપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૦૮૨૫૦૦૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨) મુજબ. (૬) સુરત ગ્રામ્ય બારડોલીપો.સ્ટે.I ગુ.ર.નં.૦૧૨૪/૨૦૧૬ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ. (૭) સુરત ગ્રામ્ય માંડવીપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૨૨૨૦૭૪૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૮) નવસારી નવસારી ટાઉનપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૨૦૧૯૨૧૨૮૯૫/૨૦૨૧ઈ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭, ૫૧૧ મુજબ. (૯) નવસારી નવસારી ટાઉનપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૨૦૧૯૨૧૨૮૯૯/૨૦૨૧ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ. (૧૦) નવસારી નવસારી ટાઉનપો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૨૦૧૯૨૨૧૧૧૬/૨૦૨૨ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ. (૧૧) નવસારી વિજલપોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૨૦૨૨૨૨૦૨૮૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ. (૧૨) બનાસકાંઠા વાવ પો.સ્ટે.I ગુ.ર.નં.૦૦૨૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ. (૧૩) ભરૂચ અંકલેશ્વર GIDC પો.સ્ટે.I ગુ.ર.નં.૦૦૯૫/૨૦૧૫ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૯૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ. (૧૪) વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૧૨૦૧૮/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
જેલમાં રહ્યાની વિગત-
મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે પાંચ ગુનામાં કુલ- ૬૭૯ દિવસ જેલમાં રહેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
(A) પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી., પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ ટીમના (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ (૨) એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ (૩) એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ (૪) એ.એસ.આઇ. બિપીન રમેશભાઇ (૫) હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ (૬) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ (૭) હે.કો. હરપાલસિંહ અભેસિંહ (૮) હે.કો. લેબજી પરબતજી (૯) હે.કો. મહાવિરસિંહ નીરૂભા તથા (૧૦) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ (૧૧) પો.કો. રોનક સ્ટીવન્સન (૧૨) પો.કો. અરૂણભાઇ જાલમસીંગ (૧૩) પો.કો. રાહુલ દિગમ્બરભાઇ (૧૪) પો.કો. દિપકભાઇ સેવજીભાઇ (૧૫) પો.કો. બ્રીજરાજસીંહ રસીકસિંહ (૧૬) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તેમજ ટેક્નીકલ સેલના (૧૭) હે.કો. તેજસ તુલસીરાવ
(B) પો.ઇન્સ. શ્રી જે.બી.આહિર, સાયબર ક્રાઇમ પો.સ્ટે., જી.તાપી તથા તેમની ટીમ
(C) પો.ઇન્સ. કે.જી. લીમ્બાચીયા, પો.સ.ઇ. શ્રી એન.પી. ગરાસીયા, SOG, જી.તાપી તથા તેમની ટીમ
(D) પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, વ્યારા પો.સ્ટે., જી.તાપી તથા તેમની ટીમ
(E) પો.ઇન્સ. શ્રી સી.આર. જાદવ, પો.સ.ઇ. શ્રી પી.પી. ચાવડા, ઓલપાડ પો.સ્ટે., જી.સુરત તથા તેમની ટીમએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
