પડોશમાં રહેતા સંબંધી સાથે વહેમ રાખી ઝઘડો કરતાં પતિને કાયદાનું ભાન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન તાપી ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 અભયમમાં કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ તેમની પર વહેમ કરે છે. તેમના પડોશીમાં રહેતા સગા સંબંધી ભાઈ જોડે વહેમ કરી પડોશી ને અપશબ્દો બોલે છે.

તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચીને મહિલા બહેનનું કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે તેમના પતિ કોઈ કામ ધંધો નથી કરતા. ઘરમાં કઈ પુરુ નથી પાડતા અને આંખો દિવસ નશા ની હાલતમાં ફર્યા કરતાં હોય છે. મહિલા બહેન કપડાં સીવીને ઘર ચલાવે છ,  તેમના બાળકોને પણ ભણાવે છે, તેઓ ઘરનું કામ પતાવી ને ઘરના ઓટલા પર મશીન લઈને આંખો દિવસ કપડાં શીવતા હોય છે તેમાં પણ તેમનાં પતિ ને તકલીફ થાય છે. તેમનું કહેવું છે કે તેમની પત્ની ઓટલા પર બેસી ને આજુબાજુ રહેતા પુરુષ ને જોતા હોય છે ને પડોશી ભાઈ મહિલા બહેન જોડે વાત કરવાનાં બહાને આવી જતાં હોય છે. પરંતુ પડોશી ભાઈ તેમના સંબંધી હોવાના કારણે મહિલા ને બોલાવતાં હોય છે પણ મહિલા બહેનના પતિ આ વાતને ખોટી રીતે ઉછાડી ને તેમની જ પત્નીનું નામ ખરાબ કરે છે ને પડોશી ભાઈના પત્ની પણ તેમને સમજાવે તો પણ તેઓ સમજતા નથી ને બધા જોડે ખોટી રીતે ઝધડા કરી નશો કરી આવીને અપશબ્દો બોલે છે.

તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાનાં પતિને બોલાવી તેમને સુધરી જવા સમજણ આપી. ટીમે નશો કરવાનું છોડી ને કામધંધા પર જવા જણાવેલ તેમજ ઘરમાં બધું પુરું પાડવા જણાવેલ ને સાબિતી વગર ખોટી રીતે વહેમ કરવાનું છોડી દેવા જણાવેલ. પડોશી ભાઈના પત્ની તેમના પતિના પક્ષમાં બોલે છે ને ભરોસો કરે છે તો તેમની જ પત્ની પર ખોટી રીતે વહેમ કરી હેરાનગતિ કેમ કરે છે તેની સમજણ ટીમે આપી સુધરી જવા જણાવેલ. ટીમે કાયદાની સમજ આપેલ તથા તેમની પત્નીને હવે પછી હેરાનગતિ નહીં કરે અને પડોશી ભાઈને અપશબ્દો નહિ બોલે તેમ જણાવ્યુ હતું. મહિલાનાં પતિ સુધરી જવા જણાવતા હોય અને તેમની ભુલ સ્વીકારતાં તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્ધારા સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *