વ્યારા તથા સોનગઢ નગરપાલિકાના રૂ.૨૪.૮૧ કરોડના વિકાસ કામોનું મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત

Contact News Publisher

વ્યારા અને સોનગઢ નગરપાલિકા સ્વછતાની બાબતે ખૂબ અગ્રેસર રહી છે ત્યારે દિવાળી અગાઉ :- રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

વ્યારાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ હેઠળ વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 15. વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫ના અંતિમ દિવસે વ્યારાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ હેઠળ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારના કુલ રૂપિયા ૨૪.૮૧ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રીશ્રી (વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર) શ્રી મુકેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત હાથ ધરાયેલા આ કામો વડે વ્યારા અને સોનગઢ બંને શહેરોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવા સાથે નાગરિકોના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો થશે.પાણી પુરવઠા, માર્ગ સુવિધા, ગટરલાઇન, લાઇટિંગ તથા જાહેર સુવિધા સંબંધિત કામો વડે નાગરિકોને રોજિંદા જીવનમાં સરળતા પ્રાપ્ત થશે. વધુમાં ઉમેર્યું હતું કે વ્યારા અને સોનગઢ નગરપાલિકા સ્વછતાની બાબતે ખૂબ અગ્રેસર રહી છે ત્યારે આપાણી સૌની જવાબદારી છે કે વડા પ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશન અને ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવા માટે આગળ આવીએ.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારમાં સમાન વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં શહેરી તથા ગ્રામ્ય બંને વિસ્તારોનો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે.

નોંધનીય છે કે, વ્યારા નગરપાલિકા વિસ્તાર કુલ ૨૦.૯૪ કરોડના વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં પીવાના પાણીની લાઇન, પમ્પીંગ સ્ટેશન રીનોવેશન, GVP પોઇન્ટસ, આઇકોનિક રોડ, બાળ સ્મશાન પેટી, બોક્ષ ડ્રેઇન, સી.સી. રોડ, પેવર બ્લોક, આંગણવાડી રીનોવેશન, સ્ટ્રીટ લાઇટ કેબલીંગ, વરસાદી પાણીની પાઇપલાઇન અને બ્યુટીફિકેશન જેવા કુલ રૂ. ૬.૯૩ કરોડના નવા કામોનું ઇ-લોકાર્પણ તેમજ બ્યુટીફિકેશન, પીવાના પાણીની લાઇન, એલઇડી લાઇટના પોલ, બોક્ષ ડ્રેઇન, આર.સી.સી. ગટર, ગાર્ડન રીનોવેશન, સી.સી. રોડ, બેડમિન્ટન કોર્ટ તથા ટેનિસ રૂમ ડેવલપમેન્ટ, રોડ રીસર્ફેસિંગ, પેવર બ્લોક વગેરે કુલ રૂ. ૧૪.૦૧ કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે સોનગઢ નગરપાલિકા વિસ્તાર રૂપિયા ૩.૮૭ કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું જેમા સ્વિમિંગ પુલ માટે રીટેનિગ વોલ, આંતરિક રસ્તા ,આંગણવાડી ફર્નિચર,બ્લોક,શાળા બિલ્ડિંગ ડ્રેઇન, સી.સી. રોડ, ગટરલાઇન, પેવર બ્લોક જેવા વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટો દ્વારા શહેરના નાગરિકોને વધુ સ્વચ્છ અને સુવિધાસભર પર્યાવરણનો લાભ મળશે.

આ પ્રસંગે નગરપાલિક કર્મીઓને સ્વચ્છતા બાબતે વિશેષ કામગીરી બદલ સન્માન અને લાભાર્થીઓને લાભો વિતરણ કયા હતા. તેમજ રાજ્યકક્ષાએ મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વેશ્રી મોહનભાઇ કોંકણી, ડૉ.જયરામભાઈ ગામીત, વ્યારા નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, તેમજ સુરત આર.સી.એમ.ના અધિકારી સહિત વ્યારા અને સોનગઢ નગરપાલિકાના પદાધિકારીઓ,અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *