તાપી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ માટે બાળ અધિકારો અને રક્ષણ વિષય અંતર્ગત તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫, તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તાપી સભાખંડમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક કરવામાં આવી હતી. બાળ કિશોર ન્યાય અધિનિયમ-૨૦૧૫, બાળલગ્ન અધિનિયમ-૨૦૦૬ તેમજ છેલ્લાં ત્રિમાસિક સમય ગાળામાં આવેલ કેસોની તેમજ તેના ઉપર કરેલ કાર્યવાહી અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી ઉપસ્થિત ચીફ લીગલ એઈડ કાઉન્સિલીંગ એડવોકેટ શ્રી એન.જે.પટેલ દ્વારા તાલીમાર્થીઓને જાતીય અપરાધોથી બાળકોનાં રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ કાયદાનાં વિષય પર તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારીશ્રીઓ, તમામ પોલીસ સ્ટેશનનાં ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસરો, ચાઈલ્ડ હેલ્પ લાઈન-૧૦૯૮ ના કર્મચારીઓ તેમજ એન.જી.ઓ.નાં કો-ઓર્ડીનેટર તાલીમમાં હાજર રહ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
