રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ઉકાઈ તાલુકામાં કુલ ૧૧ કામોનું ખાતમુહૂર્ત
વિકાસ સપ્તાહ અંતર્ગત ઉકાઈ તાલુકામાં રૂ. ૨૬.૨૪ કરોડના માર્ગોના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા ખાતે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, તાપી – વ્યારા દ્વારા કુલ રૂ. ૨૬.૨૪ કરોડના ખર્ચે થનારા ૧૧ રસ્તા અને મકાન સંબંધિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોની કુલ લંબાઈ ૧૭.૩૫ કિલોમીટર છે.
આ ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ હળપતિ, મંત્રી, રાજ કક્ષા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કામોની કુલ રકમ રૂ.૨૬.૨૪ કરોડ જેટલી છે. જેમાં કુલ ૧૧ કામોમાં મુખ્યત્વે નીચે મુજબના રસ્તા અને મકાન સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. પાંચપીપળા ચાર રસ્તાથી ઘાસીયામેઢાને જોડતો રસ્તો ડામર રસ્તાનું કામ કુલ ૧૫૦.૦૦ લાખના ખર્ચે, મેઈન હાઈવેથી પાંચપીપળા સુધી વાઈડનીંગ રોડ (કાળાવ્યારા ઘાસીયામેઢા પાંચપીપળા જમાપુરને જોડતો રસ્તો) કુલ ૨૫૦.૦૦ લાખના ખર્ચે, ભાણપુર ગામે ૬૬ કેવી થઈ ઘાસીયામેઢાને જોડતો રસ્તો કુલ ૩૨૦.૦૦ લાખના ખર્ચે, ભાણપુર એપ્રોચ રોડ (મેજર બ્રિજ) કુલ ૬૩૦.૦૦ લાખના ખર્ચે, શીશોર વાડી ફળીયા નદી પાસેથી દુધ મંડળી થઈ ખોડતળાવને જોડતો રસ્તો કુલ ૮૫.૦૦ લાખના ખર્ચે, એમ.ડી.આર. ટુ જમાપુર રોડ કુલ ૭૫.૦૦ લાખના ખર્ચે, વાઝરડા ગામે દાદરી ફળિયાથી વડ ફળિયાને જોડતો રસ્તો કુલ ૪૦.૦૦ લાખના ખર્ચે વાધનેરા ગામે લાઇબ્રેરી મકાન બનાવવાનું કામ સુવિધા સાથે કુલ ૨૦.૦૦ લાખના ખર્ચે, વાઘનેરા ગામીત ફળીયા રોડ કુલ ૧૩.૨૦ લાખના ખર્ચે, જમાપુર પટેલ ફળીયાથી પ્રાથમિક શાળા વેકુર થઈ વાઘનેરા કોટવાળીયા ફળીયા સુધી ડામર રસ્તાનું કામ કુલ ૩૦.૦૦ લાખના ખર્ચે, વાઘનેરા ખાડી ફળીયામાં સોનગઢ વેકુર મુખ્ય રસ્તાથી કોઝવે થઈ આર મૌવડી ફળીયા ચાર રસ્તા સુધી સોનગઢ પાંચપીપળા વ્યારા મુખ્ય રસ્તાનું કામ કુલ ૧૦.૦૦ લાખના ખર્ચે આમ કુલ ૨૬.૨૪ કરોડના કામોને મંજુરી મળતા આજ રોજ ચોમાસુ પૂર્ણતાના આરે હોય વહેલી તકે માર્ગ મોટેરેબલ થાય તે માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ આદિવાસી અને ગ્રામીણ વિકાસના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ કામોથી સોનગઢ તાલુકાના નાગરિકોને અવર-જવરની ઉત્તમ સુવિધા મળશે અને વિકાસની ગતિ વધુ તેજ થશે. તેમજ સુરત જવા માટે જામાપુરથી સીધી બસ સુરત સુધી મળશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
