નારાયણ મેથેમેટિક્સ ક્લબ પોરબંદર દ્વારા ધર્મેન્દ્ર પટેલને વર્લ્ડ ટીચર્સ ડે નિમિત્તે બેસ્ટ ટીચર્સ એવોર્ડ એનાયત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય અને ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ પ્રતિષ્ઠિત બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બાળકોમાં ગણિત પ્રત્યે રસ જગાવવા, નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અમલમાં મૂકવા અને શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મક પ્રયોગો કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યાં છે. તેમની આગવી શિક્ષણશૈલી અને બાળકોને પ્રોત્સાહિત કરવાની દૃષ્ટિએ રાજ્યનાં અનેક શૈક્ષણિક સંગઠનો તેમને અભિનંદન પાઠવે છે.
નારાયણ મેથેમેટિક્સ ક્લબ, પોરબંદર દ્વારા આયોજીત કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પટેલને આ એવોર્ડ અર્પણ કરીને તેઓનાં કાર્યને અનોખી માન્યતા આપવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ તેમણે શિક્ષણનાં ગુણવત્તાયુક્ત માપદંડો સ્થાપ્યા છે અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથા સર્જનાત્મક વિચારસરણી તરફ દોરી રહ્યાં છે. તેમનાં માર્ગદર્શન હેઠળ શાળા સ્તરે અનેક નવીન પ્રવૃત્તિઓ યોજાય છે, જેનાથી વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે છે. આ એવોર્ડ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ સમગ્ર ઓલપાડ તાલુકા અને ભાંડુત ગામ માટે ગૌરવની વાત છે. શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠતા, સમર્પણ અને નવતર કાર્ય માટે તેમને મળેલ આ સન્માન ભાવિ શિક્ષકોને પ્રેરણા આપનારું બની રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
