મિશન લાઈફ અંતર્ગત વ્યારામાં તાપી ફનફેસ્ટની દબદબાભેર ઉજવણી : તાપીના પ્રભારી મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ

Contact News Publisher

રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર બાળકોએ ઓપરેશન સિંદુર પર સુંદર કૃતિ રજૂ કરી

 

પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના મૂળ ઉદેશ્ય સાથે યોજાયેલ ફનફેસ્ટમાં રંગોળી, મિલેટ્સ, વારલી વોલ પેઇન્ટિંગ સ્પર્ધા મુખ્ય આકર્ષણો રહ્યાં

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧ – તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મિશન લાઈફ અંતર્ગત વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા તાપી ફન ફેસ્ટની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાને કુદરતે મન મુકીને સૌંદર્ય અર્પી છે, ત્યારે આ સૌંદર્યને ટકાવી રાખવા મિશન લાઈફ હેઠળ પર્યાવરણહિતેષી અભિગમ સાથે સમાજના પ્રત્યેક વ્યક્તિને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુનિશ્ચિત કરાવવા માટે જાગૃત કરવાનો છે.

આ તકે મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીએ મિલેટ્સ, વાંસની બનાવટ તથા પ્લાસ્ટિકના દુસ્પરિણામોનો સંદેશ આપતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામનું વિતરણ કર્યું હતું.

રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર ૩-૬ વર્ષના બાળકોએ ઓપરેશન સિંદુર પર સુંદર કૃતિ રજૂ કરી હતી. ઉપરાંત, આદિવાસી સાંસ્કૃતિક નૃત્યએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ફનફેસ્ટના મુખ્ય આકર્ષણો

રંગોળી, વારલી વોલ પેઇન્ટિંગ, રસ્સા ખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી સ્ટોલ્સના માધ્યમથી મિલેટ વાનગી જેવી સ્પર્ધાઓએ આકર્ષણ જમાવ્યું હતું. વાંસ આધારિત ચીજ વસ્તુઓ બનાવતી સખી મંડળની બહેનોએ પણ પરંપરાગત રીતે તૈયાર કરેલી વિવિધ ચીજ વસ્તુઓની વિશિષ્ટતા અને ઉપયોગિતાને પ્રદર્શનીના માધ્યમથી સ્થાનિક કલા અને પર્યાવરણ હિતેષી ઉત્પાદનોને પ્રમોટ કર્યા હતો.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને ડો. જયરામભાઈ ગામીત, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટરશ્રી ડો. વીપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોર સહિતના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓ, બાળકો, મહિલાઓ, યુવાનોથી લઈને મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમ માણ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *