તાપી જિલ્લામાં ‘મિશન લાઇફ’ હેઠળ મેગા ઈવેન્ટ : ‘તાપી ફન ફેસ્ટ’ માટે વહીવટી તંત્ર સજ્જ

Contact News Publisher

પ્લાસ્ટિક મુક્ત વિશ્વના સંકલ્પ સાથે વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન; મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ રહેશે અધ્યક્ષસ્થાને

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી (LiFE – Lifestyle for Environment) અપનાવવાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડ ખાતે ‘તાપી ફન ફેસ્ટ-૨૦૨૫’ અને ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મેગા ઈવેન્ટની થીમ “STRONG EARTH WINS! A MOVEMENT FOR ENDING PLASTIC POLLUTION GLOBALLY” રાખવામાં આવી છે. તેનો હેતુ “જાગૃતિથી કાર્ય તરફ (From Awareness to Action)” આગળ વધવાનો છે.

જિલ્લા કલેક્ટરશ્રીની આગેવાની હેઠળ આજે સમગ્ર કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “તાપી જિલ્લો તેની પ્રાકૃતિક સુંદરતા અને વન સંપદા માટે જાણીતો છે. મિશન લાઇફ દ્વારા આપણે આપણી પ્રકૃતિનું જતન કરવાનો સંકલ્પ લઈશું. કાર્યક્રમ માટે સુરક્ષા, પાર્કિંગ અને લોકસહભાગિતાની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.”

આ કાર્યક્રમમાં તાપી જીલ્લામાંથી તા.૦૮ ઓક્ટોબર સુધીમાં ૮૫૦૦ જેટલી નોંધણી થઈ હતી. આજે અને રવિવારે તમામ નાગરિકો માટે પર્યાવરણ અને સ્વાસ્થ્યને લગતી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે:

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજરી આપીને જિલ્લાના નાગરિકોને મિશન લાઇફનો સંદેશ આપશે.

જિલ્લા વહીવટી તંત્રએ તાપી જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લેવા માટે ભાવભરી અપીલ કરી છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *