“World Homeless Day” નિમિત્તે વ્યારા નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા કચેરીના અ‍ટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાન ખાતે “World Homeless Day” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ઘર વિહોણા લોકો માટે મેડિકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન હેઠળ શેલ્ટર હાઉસની સાફ સફાઇ, યોજનાકીય માહિતી આપવી, વોર્ડ-વાઇઝ પ્રચાર-પ્રસાર, ડિજિટલ પ્રચાર-પ્રસાર, અને ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન સુધી લાવવા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં વ્યારા નગરપાલિકાનો એન.યુ.એલ.એમ સ્ટાફ, સભ્યશ્રીઓ, શહેરી આયોગ્ય કેન્દ્ર વ્યારાના મેડિકલ ઓફિસર અને તેમનો તમામ સ્ટાફ, નગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડના આંગણવાડી કાર્યકર બહેનો અને વિવિધ વોર્ડમાંથી SHG March રેલીમાં ઉપસ્થિત સખી મંડળની બહેનો હાજર રહ્યા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *