વિકાસની દિશામાં દિલીપભાઈ ગામીતનું અનોખું પગલું
ગુણસદાના દિલીપભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧ લાખ ૭૦ હજારની સહાયથી મળ્યું પોતાનું પાકું ઘર
દિલીપભાઈએ ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10. તાપી જિલ્લાના ગુણસદા ગામના દિલીપભાઈ ગામીત માટે આ દિવસ આનંદ અને ગૌરવનો બની ગયો. વર્ષો સુધી પોતાના નાનકડા ઘરની આશા રાખનાર દિલીપભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂપિયા ૧ લાખ ૭૦ હજારની સહાય મળતા હવે તેમનું સ્વપ્ન સાકાર બન્યું છે.
વિકાસ સપ્તાહ અંતર્ગત ઉકાઈ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે દિલીપભાઈએ પોતાના નવા આવાસની પ્રતિકાત્મક ચાવી મેળવી. તે ક્ષણે તેમની આંખોમાં આનંદના આંસુ અને મનમાં સંતોષની લાગણી છલકાઈ રહી હતી.
દિલીપભાઈએ જણાવ્યુ કે “આવાસ મળવાથી હવે મારા પરિવારને સુરક્ષિત છત મળી છે, જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.”
તેમણે ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, કારણ કે આ યોજના દ્વારા ગામના સામાન્ય પરિવારોને પણ પોતાના ઘરના સપના પૂરાં કરવાની તક મળી છે.
આવાસ યોજનાથી દિલીપભાઈ જેવા અનેક પરિવારોના પોતાના પાકા મકાનના સ્વપ્નના સાકાર થઇ રહ્યા છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
