બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન વિષયનાં શિક્ષકો માટે તાલીમ યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development-CPD) નાં ભાગરૂપે તેમજ GOAL (Gujarat Outcomes for Accelerated Learning) DLI-4 તેમજ School of Excellence (SoE) પ્રોજેક્ટ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ આધારિત ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન વિષયનાં શિક્ષકોની તાલીમ ઓલપાડ ખાતે યોજવામાં આવી હતી.

બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત આ તાલીમ વર્ગમાં તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રારંભિક દિવસે તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષયક ચર્ચા હાથ ધરી તાલીમનો હેતુ ફળિભૂત કરવા પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.

સદર તાલીમ વર્ગમાં વિષયવસ્તુનાં કઠિન બિંદુઓ તથા કઠિન અધ્યયન નિષ્પત્તિઓને સરળ રીતે વર્ગખંડ કાર્યમાં રજૂ કરી શકાય એવી વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓથી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. આ માટે તજજ્ઞ તરીકે કામિની પટેલ (કુવાદ), કાજલ ચૌધરી (નરથાણ), ભાવના માલણકિયા (ઓરમા), અમિષા શાહ (તેનાનીરાંગ) તથા રાકેશ પટેલ (ટકારમા) એ ઉત્કૃષ્ટ ભૂમિકા બજાવી હતી. તાલીમનાં પ્રારંભે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. આ સાથે તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *