તા. ૧૧ ઓક્ટોબરથી બે દિવસ વ્યારામાં તહેવારો જેવો માહોલ : સયાજી મેદાન ખાતે મિશન લાઈફ અંતર્ગત ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે

Contact News Publisher

૮ હજારથી વધુ લોકોએ વિવિધ સ્પર્ધાઓમાં રજીસ્ટ્રેશન કરાવ્યું : રસ્સા ખેંચ, ચાઇલ્ડ મેરેથોન, કોથળા દોડ, લીંબુ ચમચી, મિલેટ્સ વાનગી, વારલી પેઇન્ટિંગ, રંગોળી જેવી સ્પર્ધાઓનું આયોજન

સમગ્ર કાર્યક્રમ પ્લાસ્ટિકમુક્ત હોવાથી લોકોને પોતાની પાણીની બોટલ સાથે લાવવા #BringYourWaterBottle હેશટેગનો ઉપયોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૯ ઓક્ટોબર, મિશન લાઈફ અભિયાન અંતર્ગત સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે તાપી વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેની વ્યારાના સયાજી મેદાન તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તા. ૧૧ અને ૧૨ એમ બે દિવસ વ્યારામાં તહેવારો જેવો માહોલ સર્જાશે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સમગ્ર કાર્યક્રમ પ્લાસ્ટિકમુક્ત હોવાથી લોકોને પોતાની પાણીની બોટલ સાથે લાવવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી #BringYourWaterBottle હેશટેગનો ઉપયોગ કરી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમની અપડેટ્સ જિલ્લા માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @infotapigog ઉપર સમયાંતરે અપલોડ કરવામાં આવી રહી છે.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૮ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૧ ઓક્ટોબરના રોજ વ્યારાના સયાજી મેદાન ખાતે રસ્સા ખેંચ, ચાઇલ્ડ મેરેથોન, કોથળા દોડ, લીંબુ ચમચી, રંગોળી સ્પર્ધા, વાંસની વસ્તુઓ બનાવવાની સ્પર્ધા, મિલેટ્સમાંથી વાનગી બનાવવાની સ્પર્ધા, વારલી વોલ પેઇન્ટિંગ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે વ્યારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. અને ૧૨ ઓક્ટોબરના રોજ વ્યારાના જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પરથી રન ફોર લાઈફ (મેરેથોન) યોજાશે.

કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવા આજે જિલ્લા કલકેટર ડૉ. વિપિન ગર્ગે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન સૂચનો કર્યા હતા. તાપી વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લઈને આ અભિયાનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *