તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત બહેનો માટે વાનગી સ્પર્ધાઓ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.09, તાપી. સમગ્ર તાપી સહીત ગુજરાતમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત થનારા કાર્યક્રમોમાં આજરોજ રાજ્ય કક્ષા તેમજ તમામ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ આઈ.સી.ડી.એસ વિભાગ દવારા બાળકો અને મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો દવારા વાનગી સ્પર્ધા અને સ્વાસ્થ્યપ્રદ આહાર નિદર્શનનું આયજન કરવામાં આવ્યું હતું. વ્યારા ઘટક હેઠળ ના કેન્દ્રો પર આવા નિદર્શન ના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા જેમાં આઈ.સી.ડી.એસ ના અધિકારીઓ, કર્મચારીઓ ,સગર્ભા બહેનો, ઘાત્રી માતાઓ, 2 થી 6 વર્ષના બાળકો, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને શહેરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બહેનો અને માતાઓ વચ્ચે પૂર્ણા શક્તિ, માતૃ શક્તિ અને બાળ શક્તિ જેવા ટી.એચ.આર.નો ઉપયોગ કરીને સ્વાસ્થ્યપ્રદ તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. સાથે સાથે મીલેટ્સ, કઠોળ, અલગ અલગ દાળ તેમજ શાકભાજી અને સલાડ ડેકોરેશન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં આર.બી.એસ.કે ના અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટ હાજર રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
