નવજાગૃતિ સંસ્કૃત કોલેજના વિધાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે 19મો યુવક મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતની 36 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. યુવક મહોત્સવ તા.07/10/2025 થી તા.09/10/2025 દરમ્યાન યોજાયો હતો. યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે, કબડ્ડી, વોલીબોલ, દોડ, ઊંચીકુદ, લાંબીકુદ, ગોળાફેક, ચક્રફેક, કુસ્તી, યોગાસન,બેડમિન્ટન અને ચેસ વિગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવેલ સંસ્કૃત કોલેજો માંથી વિવિધ રમતોમાં અંદાજે 700 થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નવજાગૃતિ સંસ્કૃત કોલેજની કબડ્ડીની ટીમ ફાયનલમા વિજેતા થઈ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે. કબડ્ડીમા વિજેતા થયેલ ટીમમાં શાહ નીલ, સોલંકી હેમાંશુ, પાંજરી ચિરાગ, આજણી આર્યન, નજકાણી આકાશ, જોશી મયુર, ગોહિલ અભિષેક, જાની કાર્તિક, અને પાઠક રોનક વિગેરે તથા અન્ય રમતોમાં ચોર્યા અનીતાબેનનો ચક્રફેક અને 400 મીટર દોડમા બીજો ક્રમ તથા લાંબીકુદ અને બેડમિન્ટનમા ત્રીજો ક્રમ મેળવ્યો, કુસ્તીમાં જાની કાર્તિકે બીજો ક્રમ, યોગાસનમાં ભરડવા વંદનાનો બીજો અને શાહ નીલે ત્રીજો ક્રમ, ગોળાફેંકમાં કોંકણી અર્ચનાબેન ત્રીજો ક્રમ તથા ઊંચીકુદ અને 100 મીટર દોડમાં ગામિત સ્વીટીબેન ત્રીજો ક્રમ મેળવ્યો હતો. વિજેતા થયેલ કોલેજનાં વિધાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપૂતે અભિનંદન પાઠવ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *