જયપુર ખાતે યોજાયેલ ત્રિદિવસિય 9માં રાષ્ટ્રિય અધિવેશનમાં તાપી જિલ્લા શૈક્ષિક મહાસંઘ સંકલન અધ્યક્ષ કેતન શાહ સહિત મહાસંઘના કર્મઠ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા
(પ્રતિનિધિ દ્વારા, ) : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા ત્રિદિવસીય 9માં રાષ્ટ્રીય અધિવેશન જયપુર ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર દેશના તમામ જિલ્લામાં કાર્યરત શૈક્ષીક મહાસંઘ ના જુદા જુદા નવ સંવર્ગના અધ્યક્ષ અને મહામંત્રીની ઉપસ્થિતિ સાથે અન્ય હોદ્દેદારો એમ કુલ 3200 શૈક્ષિક મહાસંઘના કર્મઠ કાર્યકર્તા એવમ સભ્યોની હાજરીમાં શિક્ષક રાષ્ટ્રના વિકાસ માટેના વિષય સાથે સામાન્ય સભા સાથે જુદા જુદા 12 સત્રોમાં શિક્ષા, શિક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષા, નવી શિક્ષણ નીતિ 2020, કર્મયોગીતા, ધર્મ સાથે વિજ્ઞાન, નવી આર્થિક નીતિ, પર્યાવરણ બચાવો, ગ્રીન એનર્જી, સમાજ નવ રચના, સ્કીલ india, સ્ટાર્ટ up ભારત, સ્વદેશી, આત્મનિર્ભરતા, નેશન first જેવા વિષયો પરત્વે દેશના નિષ્ણાતો દ્વારા મનોમંથન અને વિચાર ગોષ્ઠિ કરી સૌને નવીન ઊર્જા આપી હતી. વ્યક્તિ વિકાસ સાથે રાષ્ટ્ર હિતની વાત કરવામાં આવી. જન જનનું કલ્યાણ માટે પ્રથમ શિક્ષણ અને તેના જવાબદાર વાહક શિક્ષક, આચર્ય એજ સમાજ ઘડતર, રાષ્ટ્રહિત સહિત સંસ્કારોનું સિંચન, આંતર શક્તિ દૃઢતા, માનવિય અભિગમો, વર્તન, વયવહાર અને આરોગ્ય વિષયકના પાઠ આપી એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાર્થક કરી શકે. તાપી જિલ્લાના આચાર્ય સંવર્ગ અધ્યક્ષ કેતન શાહ, પ્રાથમિક અધ્યક્ષ ભદ્રેશ પ્રજાપતિ સાથે અન્યો જયપુર ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી. આવનારા દિવસોમાં જિલ્લાના 1500 શૈક્ષિક મહાસંઘના તમામ સભ્યોને મળેલ જયપુર અધિવેશનનું ભાથુ આપશે અને સૌ સભ્યોને સમાજ ઘડતર, રાષ્ટ્ર હિત, રાષ્ટ્ર સુરક્ષાના સંદર્ભગ્રંથ આપી કાર્યાન્વિત કરાવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
