તાપી જિલ્લાની પ્રગતિનું દર્પણ એટલે વિકાસ વાટિકા : પ્રભારીમંત્રીશ્રીના હસ્તે વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન

Contact News Publisher

પ્રભારીમંત્રીશ્રીના હસ્તે માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના જિલ્લા પંચાયત ઓડીટોરીયમ ખાતે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

તાપી માહિતી કચેરી દ્વારા ૮૪ પેજની આ પુસ્તિકામાં છેલ્લા નાણાકીય વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની સફર અને પ્રગતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, કૃષિ અને રોજગાર જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં થયેલી સિદ્ધિઓ તેમજ લાભાર્થીઓની પ્રેરણાદાયી સફળતાની ગાથાઓ તાપી જિલ્લાના ખૂણે ખૂણે જઈ માહિતી ખાતાની ટીમે રસ સભર વાર્તાઓ સ્વરૂપે રજુ કરી છે.

વિકાસ વાટિકા સર્વસમાવેશી અને સંતુલિત વિકાસયાત્રાનું એક સશક્ત પ્રતીક છે. રાજ્ય સરકારના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આદિવાસી કલ્યાણ અને ગ્રામીણ ઉત્થાનને કેન્દ્રમાં રાખીને, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે જેનો ચિતાર આ વિકાસ વાટિકામાં રજુ કરવામાં આવ્યો છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *