રાજ્ય સરકારે અનેકવિધ યુવાલક્ષી યોજનાઓથી યુવાઓને પ્રેરકબળ પૂરું પાડ્યું છે: પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

0
IMG-20251008-WA0008
Contact News Publisher

વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો

તાપી જિલ્લાના ૧૬૮૫ યુવાઓને રોજગારપત્રો એનાયત કરાયા અને ઉદ્યોગકારો સાથે ૬૨ જેટલા સમજૂતી કરાર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા), ૦૮ ઑક્ટોબર, ૨૦૨૫. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત વ્યારાના સેવા સદનના ઓડિટોરિયમ ખાતે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.

પ્રભારીમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો, યુવાનો, મહિલા, આદિવાસી બંધુઓ સહીત છેવાડાના તમામ લોકો સુધી વિકાસ પહોંચે છે એ સુનિશ્ચિત કર્યું છે. મેક ઇન ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, ઇનોવેશન પોલીસી જેવી અનેકવિધ યુવાલક્ષી યોજનાઓથી યુવાઓને પ્રેરકબળ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત, મંત્રીશ્રીએ યુવાનોને કૌશલ્ય આધારિત આત્મનિર્ભરતાના પંથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ સમારંભમાં મોટી સંખ્યામાં વિવિધ કંપનીઓમાં નોકરી અને એપ્રેન્ટિસશિપ માટેના ૧૬૮૫ જેટલા રોજગાર પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ITI તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી વ્યવહારિક તાલીમ મળી રહે તે હેતુથી, કુલ ૭ ITI અને સ્થાનિક ઉદ્યોગજગત વચ્ચે ૬૨ જેટલા સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંગ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ડૉ. જયરામભાઈ ગામીત અને મોહનભાઈ કોંકણી સહિતના અગ્રણી પદાધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

જેનીશ પરમાર નામના વ્યારાના યુવાને ડીપ્લોમા મેકેનીકલનો કોર્સ કર્યા પછી રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવતા તેમને બિરલાએનયુ કંપની દ્વારા પ્રોડક્શન ડીપાર્ટમેન્ટમાં શિફ્ટ ઇન્ચાર્જનો નોકરી આપવામાં આવી. જેનીશ જણાવે છે કે વ્યારાની બાજુમાં જ વાલોડ ખાતે આવેલી આ નામાંકિત કંપનીમાં નોકરી મળતા તેઓ ખુબ ખુશ છે અને પોતાની કારકિર્દી આ ક્ષેત્રમાં આગળ ધપાવવા મક્કમ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *