જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભની દુહા છંદ સ્પર્ધામાં અસ્નાબાદ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી અવ્વલ બન્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ કોસંબાની નવસર્જન ઈ.મી. એન્ડ ગુ.મી. સ્કૂલ ખાતે યોજાયેલ હતો. જેમાં ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી હર્મિલ વરીયાએ દુહા છંદ સ્પર્ધામાં અન્ય હરીફોને પાછળ છોડી અવ્વલ સ્થાન હાંસલ કર્યુ હતું. શાળાનાં ઉપશિક્ષિકા કલ્પના પટેલ માર્ગદર્શિત આ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
