17 વર્ષની સગીરાએ માતા પિતાને સમજાવવા માટે 181 પર કોલ કરતા 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ઉમરા ટીમ મદદે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ સગીરા દ્વારા 181 અભયમમા કોલ આવેલ અને જણાવેલ કે મારા માતા પિતા દ્વારા હેરાનગતિ છે તેઓને સમજાવવા આવો. આટલી માહિતી મળતા જ સુરત શહેરના ઉમરા ખાતે આવેલ 181 અભયમ ટીમ સગીરાએ આપેલ સરનામે પહોચી જાય છે અને ત્યા સગીરા સાથે કાઉન્સિલગ દરમિયાન સગીરાએ જણાવે છે કે તેમને માતા પિતા દ્વારા હેરાનગતિ છે, નાની નાની બાબતે ઝગડો કરે છે, તેમને માર-પીટ કરે છે. તેઓ ત્રણ ભાઈ બેનો છે સગીરા મોટા છે. તેઓ બીજાના ઘરે ઘરકામ કરી માતા પિતાની મદદ કરે છે. આજ રોજ તેઓ ઘરકામ કરવા જવા નિકળતા તેમને ઘરેથી જવા દેવામા આવ્યા નહી તેમનો મોબાઇલ તોડી નાખ્યો. માતાએ તેમના પર હાથ ઉપાડેલ તેથી માતા પિતાને સમજાવવા કોલ કરેલ. અભયમ ટીમ દ્વારા માતા પિતાનુ કાઉન્સેલિંગ કરતા માતા એ જણાવેલ કે તેમની દિકરીને 18 વર્ષ પુર્ણ થયા નથી. સગીરા માતા- પિતાનુ કહ્યુ માનતા નથી. મોડી રાત સુધી બહાર હોય છે અને ફોનમા વાતો કરે છે કોનો ફોન છે પુછવામાં આવે તો જવાબ આપતા નથી. સગીરાના માતા પણ પોતે બીજાના ઘરમા કચરા પોતા કરી તેમના દીકરાને ભણાવે છે. તેમની દરેક જીદ પુરી કરે છે. સગીરાના 28 વર્ષના ભાઈ સાથે પ્રેમ સંબંધ છે. સગીરાને પુછપરછ કરતા માતા પિતાને તેઓ સરખો જવાબ ન આપતા તેમજ તેમના માતા પિતા ને અપશબ્દો બોલે છે. ગઈ કાલે રાત્રે 4 વાગ્યા ઘરમાથી કિધા વગર નિકળી જતા પડોશી બેને આવીને તેમને જણાવતા તેથી સગીરાને સમજાવ્યા સગીરા સમજવા રેડી ન હોય તેમજ ઘર છોડી જવાનુ જણાવેલ તેથી (સગીરા ) દિકરી પર હાથ ઉપાડ્યો. બંને પક્ષની વાતો સાંભળ્યા બાદ અભયમ ટીમ દ્વારા સગીરાને ફરી એક વાર શાંતીથી સમજાવ્યા કે તેમની ઉમર નાની છે. જેથી તેમના કરીયર (કારકીર્દી) પર લક્ષ્ય કરે. માતા પિતાને અપશબ્દો ન બોલવા જે દીકરીને તેની ભૂલ સમજતા માતા પિતા સામે માફી માગી અને માતા પિતાને પણ સમજાવ્યા કે દિકરી નાની છે. તેમને પ્રેમ થી સમજાવે. સોશિઅલ મિડીયામાં કેટલીક એવી અનગીનત ઘટનાઓ સામે આવે છે. સગીરા અને માતા -પિતા ને તેની સમજુતી આપી માતા પિતાને સમજાવ્યા કે દિકરીને હવે પછી હાથ ન ઉપાડે તેની સમજણ આપી માતા પિતાને દિકરી વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *