અટોદરા ચોકડી સ્થિત ક્રિષ્ના રેસીડેન્સીમાં શક્તિની આરાધનાનાં પાવન પર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ સાયણ રોડ પર અટોદરા ચોકડી સ્થિત ક્રિષ્ના રેસીડેન્સીમાં નવરાત્રિનાં પાવન પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આધુનિક સમયમાં ડી.જે.નાં તાલે યુવાધન ગરબામાં હિલોળે ચઢે છે ત્યારે બીજીતરફ અત્રેની સોસાયટીનાં મિત્રમંડળે પરંપરાગત તાળીઓનાં તાલે નવેનવ દિવસ ગરબે રમી માતાજીની આરાધના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રિનાં પ્રથમ દિવસેથી આરંભાયેલ ગરબાની રમઝટ શરદપૂનમ સુધી ચાલશે. જે સોસાયટીનાં રહીશોની પરસ્પર ભાતૃભાવના, એકતા અને સંગઠનનાં દર્શન કરાવે છે. નિયત સમયે પૂજા આરતી બાદ આબાલવૃદ્ધ ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમીને સમાજમાં નોખી છાપ છોડી જાય છે.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *