ઉમરા પોલીસ સ્ટેશન પાસે શિવરંજની આયોજીત નવરાત્રી મહોત્સવમા અવેરનેસ ફેલાવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત રોજ તા. 02/10/2025 ના રોજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ માલાબાર ગોલ્ડ જ્વેલર્સ ઘોડ દોડ રોડ ઉમરા પોલીસ સ્ટેશન પાસે શિવરંજની Present ના સભ્ય દ્વારા શુભ નવરાત્રીમાં 181 અભયમ ટીમને આમંત્રણ આપતા મહિલા ગુન્હા નિવારણ શાખાના ASI વૈશાલીબેન દેવરે હાજર રહેલ. એવી જ રીતે અલગ અલગ સંસ્થામાંથી ઘણા બધા ત્યાં હાજર રહેલ. સાથે જ અંધજન શાળામાંથી દિવ્યાંગ બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, ટ્રાન્સજેન્ડર, વકીલ, આર્મી ઓફિસર, 181 હેલ્પલાઇન ટીમ ત્યાં હાજર રહી મહિલાઓ તેમજ પુરુષો અને બાળકો સાથે ગરબા રમી મહિલાઓ તથા બાળકોને ગુડ ટચ બેડ ટચ, 181 એપ્લીકેશન, જાતીય સતામણી, સેલ્ફ ડીફેન્સ, સાયબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન આપી બાળકીઓ તથા મહિલાઓને સમજાવ્યુ કે અજાણ્યા વ્યક્તિની મદદ લેવી નહીં તથા એકાંતવાળી જગ્યાએથી એકલા અવર જવર કરવું નહીં તેવી સમજ કરવામાં આવી. સાથે સાથે આવનાર દિવાળીના તહેવારમાં ખરીદી કરવા જાઓ ત્યારે પોતાનો કીમતી સામાન તેમજ બાળકોનું ધ્યાન રાખવું અને રાત્રિના સમયે મુસાફરી દરમિયાન કોઈપણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર 112/181 નો સંપર્ક કરવા અને જરૂર પડે તો નજીકના પોલીસ સ્ટેશન તથા “શી” ટીમનો સંપર્ક કરવા સમજ આપવામાં આવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
