સોનગઢમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી. તાપી, એલ.સી.બી.,/પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિંદ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- વિજય ઉર્ફે વિજ્ર ગગનદાસ રાજપાલ ઉ.વ.૩૭ હાલ રહે, બી/૦૪ રૂમનં- ૦૬ સિંધી કોલોની નંદુરબાર તા.જી.નંદુરબાર (મહા.) ને પકડી પાડી તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે. ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિંદ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તમામ નોકરી એલ.સી.બી તથા, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો રાહુલ દિગમ્બરભાઇ તમામ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
