ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં મોર ટુંડા ગામે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા સ્પર્ધા યોજવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું રક્ષણ કરવા, હિન્દુ ધર્મનાં ભવ્ય વારસાને સાચવવા તથા કોળી પટેલ સમાજની એકતા અને અખંડિતતા માટે માયેશ્વર ગૃપ મોર ફળીયા દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાંઠા વિસ્તારનાં વિવિધ ગામનાં લોકોએ ગરબાની અવનવી કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં ઓલપાડ ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, ટુંડા, ડભારી, ધનશેર, છીણી, પીંજરત, તેના, દિહેણ તથા બરબોધન ગામનાં સરપંચો તથા ઉપસરપંચોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે કોળી સેના અધ્યક્ષ જીજ્ઞેશ પટેલ, પરેશ પટેલ સહિત ડો. હરીશ પટેલે ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. સ્પર્ધામાં પ્રથમ કમાંકે વિજેતા થયેલ ઓપરેશન સિંદૂરની ગરબા કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોરફળીયા ગામનાં બાળકોએ પ્રાચીન રાસ – ઘેરૈયાની કૃતિ રજૂ કરી આધુનિક સમયમાં પણ અધ્યાત્મ અને સાંસ્કૃતિક વારસો જાળવવાનો સંદેશ આપ્યો હતો. ગામનાં નવનિયુક્ત સરપંચ વૈશાલીબેન પટેલ તથા ધનશેર ગામનાં સરપંચે પણ ગરબા સ્પર્ધામાં સહર્ષ ભાગ લીધો હતો. આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગરબા સ્પર્ધા માટે જનમેદની એકઠી થઈ હતી, જેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકે એ માટે પ્રાચીન પરંપરા મુજબ ગ્રામજનો દ્વારા પરંપરાગત રીતે ગરબા ગાઈને વાજિંત્રો વગાડીને સ્પર્ધા યોજવામાં આવી હતી. અંતમાં ટ્રોફી, રોકડ પુરસ્કાર દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ગામની એકતા અને સંગઠનશક્તિનાં દર્શન થયા હતાં.

રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *