ઓલપાડનાં એડવોકેટ અને નોટરી મનિષ પટેલ તથા એડવોકેટ અઝહરૂદ્દીન સૈયદની ધારદાર રજૂઆતને પગલે ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંગરોળ તાલુકાનાં પાલોદ ગામની NA જમીન ઉપર કુદસદનાં ફરીયાદીએ 8 પ્લોટ ઉપર કરેલ બાંધકામનાં પ્લોટ સુરત શહેરનાં આરોપીને વેચ્યા હતાં. જે પ્લોટનાં વેચાણની બાકી નીકળતી રકમ પેટે આરોપીએ ફરીયાદીને આપેલ ₹ 17 લાખનાં બે ચેકો પૈકી એક ચેક રિટર્ન થતાં જુદા-જુદા બે કેસમાં ફરીયાદી નામદાર ઓલપાડ કોર્ટમાં પોતાનું કાયદેસરનું લેણું પૂરવાર કરવામાં નિષ્ફળ જતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.
આ બંન્ને કેસની હકીકત મુજબ સુરત શહેરમાં નાના વરાછા ખાતે ગંગા-જમના સોસાયટીમાં રહેતાં પરિવારનાં પરેશ સુરેશભાઈ ગોંડલીયા બાલાજી ટેક્ષટાઇલનાં ઓથોરાઈઝ સિગ્નેટર છે. તેમણે ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામે સમુહ વસાહતમાં રહેતાં ક્રિષ્ના ટેક્ષટાઇલનાં પ્રોપાઇટર શિવશંકર લાલતા ચૌહાણ તથા તેમની માતા કુંતાદેવીની માલિકીનાં અને સાટાખતથી વેચાયેલા માંગરોળ તાલુકાનાં પાલોદ ગામની સીમનિ રેવન્યુ સર્વે નં.87,બ્લોક નં.103 થી નોંધાયેલ બીનખેતીની જમીનમાં પડેલ સહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં પ્લોટો પૈકી પ્લોટ નં.9, 10 તથા પ્લોટ નં.19 થી 24 મળી કુલ 8 પ્લોટ ઉપર થયેલ બાંધકામ સને 2014 માં ₹ 84.11 લાખની અવેજથી વેચાણ રાખ્યા હતાં. જે સોદા પેટે તેમણે ₹ 34 લાખની રકમ સિવાયની રકમ ચૂકવી દીધી હતી. જયારે બાકી નીકળતી લેણી રકમ પેટે તેમણે ₹ 17 લાખનાં બે ચેકો શિવશંકર લાલતા ચૌહાણને આપ્યા હતાં અને તેને ચૂકવવાની રકમ બાબતે બાંહેધરી લખી આપી હતી. આ ચેકો પૈકી શિવશંકર ચૌહાણે ₹ 17 લાખનો એક ચેક તા.11/6/2015 નાં રોજ પોતાનાં બેંક ખાતામાં કલીયરિંગ માટે નાંખતા ચેક રિટર્ન થયો હતો. જેથી શિવશંકર ચૌહાણે તેમનાં વકીલ મારફત લીગલ નોટીસ ફટકાર્યા પછી પણ રૂપિયાની વસૂલાત ન થતાં તેમણે બે એડવોકેટ પૈકી આર.એ.વ્યાસ અને એમ.આર. પટેલ મારફત તા.6/8/2015 ના રોજ નામદાર ઓલપાડ કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-138 મુજબ ફોજદારી કેસ નંબર-1073 અને 1074 થી બે કેસ દાખલ કર્યા હતાં. આ બંન્ને કેસની સુનાવણી નામદાર ઓલપાડ કોર્ટનાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.જ્યુ.મેજીસ્ટ્રેટ શ્રીમતી નયનાબેન શર્મા સમક્ષ ચાલુ હતી. આ કેસની અવારનવાર થયેલ સુનાવણી દરમિયાન આરોપી પરેશ ગોંડલીયા તરફે સિનિયર એડવોકેટ એન્ડ નોટરી મનિષકુમાર આર. પટેલ તથા એડવોર્કેટ અઝહરૂદ્દીન આઈ. સૈયદે આરોપીનો બચાવ કરી દલીલો કરી હતી કે ફરીયાદી શિવશંકર ચૌહાણ નામદાર કોર્ટમાં પોતાનું કાયદેસરનું લેણું પૂરવાર કરવામાં નિષ્ફળ ગયા છે. જે દલીલો ઓલપાડ કોર્ટનાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જડજ અને એડી. જ્યુ. મેજીસ્ટ્રેટ શ્રીમતી નયનાબેન શર્માએ ગ્રાહ્ય રાખી તા.25 મી સપ્ટેમ્બરે ચુકાદો આપી આરોપીને ચેક રિટર્નનાં બંન્ન કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો ફરમાવતો હુકમ કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
