ભીલજાંબોલી પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા: ૨૬મીના શુક્રવારના દિને નિઝર તાલુકાના ભીલજાંબોલી પ્રાથમિક શાળા ખાતે crc રાયગઢ કસ્ટર ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ શ્રીસુનિલભાઈ નરસિંહભાઈ વડવીએ સ્થાન શોભાવ્યુ હતુ. કાર્યક્રમમા એસએમસી સમિતિના તમામ સભ્યો અને ગ્રામજનો તેમજ રાયગઢ કસ્ટરના તમામ શાળાઓ જેમકે ગુજરપુર કાલીઆંબા, બંદરપાડા, રાયગઢ, ગામડી, લક્ષ્મીખેડા આમ તમામ શાળાઓના આચાર્યશ્રીઓ પોતાના શાળા બાળકોની કૃતિઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે સરપંચ તેમજ સીઆરસી શ્રી ગોપાલભાઈના હસ્ત કે શરૂ કરવામાં આવ્યું હતું તથા શાળાની બાળાઓએ સ્વાગત ગીત પણ રજૂ કર્યું હતું. તેમજ રાયગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈએ વિજ્ઞાન વિષય પર શાળાના બાળકો અને બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અલગ અલગ પ્રકારની કૃતિઓ જેમકે ભૂકંપ અવરાધક બિલ્ડીંગ, પ્રકાશ પિન્ચર રાસાયણિક નમુના સંખ્યાવાદચન, પ્લાસ્ટિક પ્રદૂષણ, જળ સંસાધન વ્યવસ્થાપન,વિકસિત અને આત્મા નિર્ભર ભારત, આરોગ્ય જેવી વિષય પર ૪૦ બાળકોએ કૃતિ રજૂ કરી.  ભીલજાંબોલી શાળાના ૧૫૦ જેટલા બાળકોએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ખરેખર આ કાર્યક્રમ થકી બાળવૈજ્ઞાનિકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ જોવા મળી હતી. બાળકોમાં ઉત્સાહ અને આત્મા વિશ્વાસ જોવા મળ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *