યુનિટી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ અંકલેશ્વર ખાતે ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે તથા તેમની નૈસર્ગિક શક્તિનો આવિષ્કાર થાય તે હેતુસર જીસીઈઆરટી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ પ્રેરિત સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યુનિટી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, શાસનાધિકારી ડો. દિવ્યેશ પરમાર, શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય તથા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવાં નગર પ્રાથમિક શિક્ષક સંઘ, અંકલેશ્વરનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલ, ટ્રસ્ટનાં પ્રમુખ જહાંગીરખાન પઠાણ, ઈકબાલ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિશાલ જોશી, સમા ઉલખાન પઠાણ તથા આચાર્ય જૈમિન ગાંધી વગેરે મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. સદર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 29 શાળાઓની 37 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનાં પાંચ વિભાગોમાં રજૂ કરેલ કૃતિઓમાં વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રને વૈજ્ઞાનિકો પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટ: વિજય પટેલ

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *