ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલને પ્રકૃતિ પ્રેમી એવોર્ડ અર્પણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં અંબાજીમાં આયોજીત એક એવોર્ડ વિતરણ સમારંભમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને ‘પ્રકૃતિ પ્રેમી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પાણી સંરક્ષણ અને કુદરતી સંપત્તિનાં સાચવણી જેવાં ક્ષેત્રોમાં તેમનાં સતત યોગદાનને માન્યતા આપીને આ એવોર્ડ અઆપવામાં આવ્યો હતો. અંબાજી મંદિરનાં પવિત્ર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક તથા રાજ્યસ્તરીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધર્મેન્દ્રકુમારની આ ઉપલબ્ધિ બદલ ગ્રામજનો તેમજ મિત્રવર્તુળમાં આનંદ છવાયો હતો.
રિપોર્ટ:વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
