“સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં નાનાં ભૂલકાઓને રમૂજી રીતે શીખવાયા સ્વચ્છતાના પાઠ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજ રોજ નાનાં ભૂલકાઓને સ્વચ્છતા અને સેનિટેશનનું મહત્વ રમૂજી રીતે સમજાવાયું હતું.
આંગણવાડી બહેનોએ નાના બાળકોને ગીતો, હાસ્ય અને હાવભાવ દ્વારા હાથ ધોવાની યોગ્ય રીત શીખવાડી હતી. રંગીન સાબુ-હેન્ડવોશ, પાણીની બાલ્ટી અને જીવંત પ્રદર્શનથી બાળકોમાં આનંદભેર શીખવાની લાગણી જોવા મળી હતી.આંગણવાડી બહેનો દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે ખાવાના પહેલાં અને પછી, શૌચાલય બાદ તથા રમતાં રમતાં હાથ ધોવું કેટલું મહત્વપૂર્ણ છે. આ રીતે બાળપણથી જ સ્વચ્છતા અપનાવવા અંગે બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો હેતુ માત્ર મોટા નાગરિકોમાં જ નહીં પરંતુ નાનાં ભૂલકાઓમાં પણ સ્વચ્છતાની આદત વિકસાવવાનો છે. જેથી તેઓ ભવિષ્યમાં એક સ્વચ્છ, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બની શકે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
