બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં ગુજરાતી વિષયની દ્રિદિવસીય તાલીમ યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા શિક્ષકની તાલીમ જરૂરિયાત, વિવિધ સંશોધનોનાં તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે સમગ્ર રાજયનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 થી 5 નાં ગુજરાતી વિષયની દ્રિદિવસીય તાલીમ અત્રેની ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.

સદર તાલીમ વર્ગમાં ગુજરાતી વિષય આધારિત અધ્યયન નિષ્પત્તિઓની સમજ, વિષયવસ્તુનું નાટયીકરણ, અભિનય જેવી વિવિધ પ્રવૃત્તિઓ તજજ્ઞ એવાં કલ્પના પટેલ (ઓલપાડમુખ્ય), જયેશ સોલંકી (સરોલ), મનસુખ ચૌધરી (અણીતા), દીપિકા તલાવીયા (માધર) તથા ભામિના પટેલ (આશિયાનાનગર) દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં.

તાલીમનાં અંતિમ દિવસે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમ વિષયક વિશેષ બાબતો તથા જરૂરી માહિતી પર પ્રકાશ પાડી તાલીમાર્થીઓ સાથે પરસ્પર ચર્ચા હાથ ધરી હતી. સદર તાલીમવર્ગનું સુચારુ સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં સંશોધન સહાયક ચેતન મહેતા દ્વારા ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળાનાં આચાર્ય કૈલાશ વરાછીયાનાં સહયોગથી કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *