સોનગઢમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના અ.હે.કો. લેબજી પરબતજી,  તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ ઉકાઇ રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલપંપ સામેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- પુનમભાઇ ઉર્ફે પુનાભાઇ બાથાભાઇ ભરવાડ ઉ.વ.૩૨, રહે. જમાદાર ફળીયુ, સોનગઢ, તા.સોનગઢ, જી.તાપીને પકડી પાડી તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ ๒.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. લેબજી પરબતજી, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. રાહુલ દિગ્મબર, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપી તથા તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પ્રકાશભાઇ રામાભાઇ નોકરી એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *