વ્યારામાં નોંધાયેલા પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ આનંદભાઈ ચેમાભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામભાઈને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા જુના બસ સ્ટેશન પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- આમીન શકિલ કુરેશી ઉ.વ.૨૨ રહે ઇસ્લામપુર નવાપુર, તા.નવાપુર, જી.નંદુરબાર (મહા.) ને પકડી પાડી તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રવિંદ્રભાઇ મહેન્દ્રભાઈ તમામ નોકરી એલ.સી.બી તથા એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, અ.પો.કો રાહુલભાઇ દિગમ્બરભાઇ તમામ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
