સોનગઢની ઘોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર તૃષાર ભટ્ટને રાજ્ય કક્ષાએ પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 એનાયત કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામા સોનગઢની ઘોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર તૃષાર ભટ્ટને રાજ્ય કક્ષાએ પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 એનાયત કરાયો છે.
શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડબ્રહ્મા તથા પ્રકૃતિ મિત્ર ગુજરાત અને રિહેન એચ. મહેતા વિદ્યાલય માંકડી તા. દાંતા જી. બનાસકાંઠાના સંયુકત ઉપક્રમે પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 નું આયોજન તા. 15/9/2025 ના રોજ શ્રી ગાયત્રી તીર્થ અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં ખેરાલુના ધારાસભ્યશ્રી સરદાર ચૌધરી, નાયબ કલેક્ટર કૌશિકભાઈ મોદી અંબાજી, શ્રી જશુભાઈ રાવલ બોર્ડ મેમ્બર, ગુ. મા. શિ. અને ઉ.મા. શિ. બોર્ડ. ગાંધીનગર, જીલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેશકુમાર પટેલના વરદ હસ્તે તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા ઘોડામાં ફરજ બજાવતા તૃષારભિઈ ભટ્ટ પ્રાથમિક શિક્ષકને પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવા બદલ પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાંથી પસંદ પામેલ વ્યકિતઓને આ એવોર્ડ એનાયત કરાયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
