ઉકાઈ અને બોરથા ખાતે બેન્કિંગ સેવાઓ માટેના બે કેમ્પ યોજાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.03,તાપી. આજરોજ નાણાંકીય સેવાના ત્રીમાસિક સંતૃપ્તિ અભિયાનના ભાગ રૂપે બેંક ઓફ બરોડા, આરોહ ફાઉન્ડેશન તથા સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા મેગા કેમ્પનું આયોજન ઉકાઈ સોનગઢ તથા બોરથા, નિઝર એમ બે અલગ અલગ જગ્યા પર કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એ.જી.એમ શ્રી નીતિન ડોલારે, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજનલ મેનેજર શ્રી મયુર ઇદનાની, લીડ બેન્ક મેનેજર શ્રી રસિક જેઠવા, નાબાર્ડના ડી.ડી.એમ શ્રી ઉત્કર્ષ દેશમુખ, અજિત ડોડિયા, સુધાકર વર્મા તેમજ વિવિધ બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ડેપ્યુટી રિજનલ હેડ શ્રી મયુર ઇજનાનીએ જણાવ્યું હતું કે આ ત્રણ મહિનાનું સંતૃપ્તિ અભિયાન સરકારશ્રીની સુચનાને આધારે યોજવામાં આવેલ છે. તમામ બેંકોની વિવિધ જનસુરક્ષાની યોજનાઓ જેવી કે પીએમજેજેબીવાય, પીએમએસબીવાય, એપીવાય તથા રીકેવાયસીમાં વધારે લોકો નોંધણી કરાવે તેવા આશયથી આ મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એજીએમ શ્રી નીતિન ડોલારેએ જણાવ્યું હતું કે લોકો પોતાના ખાતાને સમયસર રીકેવાયસી કરાવી ખાતું એક્ટિવ રાખે તથા જટિલ પ્રક્રિયાથી બચવા ખાતામાં નોમિનેશન ફેસિલિટી નો લાભ લે અને આ ત્રણ માસમાં દરેક ગ્રામ પંચાયતમાં યોજાનાર કેમ્પમાં ભાગ લઈ પોતાના તમામ વ્યવહારો અને દસ્તાવેજો નવીનીકરણ કરવા અપીલ કરી હતી. લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ જણાવ્યું હતું કે દરેક લોકો સરકારશ્રીની તમામ યોજનાનો લાભ લે તથા ડિજિટલ ફ્રોડથી બચવા અને તકેદારીના ભાગરૂપે કાળજી લેવા માટે માર્ગદર્શન આપ્યુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્પર્શ ફાઉન્ડેશન, આરોહ ફાઉન્ડેશન તથા બેંક ઓફ બરોડા, ઉકાઈ અને એફ.એલ.સી.સી તથા સર્વે બેંકોના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી વીમા યોજના તથા રીકેવાયસીનો લાભ લીધો હતો તેમજ બીસી/બેંક મિત્ર દ્વારા મોટી સંખ્યામાં લોકોએ વિવિધ યોજનામાં પોતાના બેંક ખાતામાં પોતાનું નામાંકન કરાવેલ હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *