તાપી જિલ્લામાં ૭ સપ્ટેમ્બરે યોજાનાર જીપીએસસી પરીક્ષા અંગે જાહેરનામું

Contact News Publisher

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા તેમજ મોબાઇલ, ગેજેટ્સના ઉપયોગ કરવા પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.02. ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર GPSC દ્વારા નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ–૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) માટે તા. ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી તાપી જિલ્લાના વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા યોજાનાર છે.
પરિક્ષા દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી–વ્યારા દ્વારા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૪૪ મુજબનો હુકમ બહાર પાડવામાં આવ્યો છે.

આ હુકમ અનુસાર તાપી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પ્રતિબંધ રહેશે.મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો અથવા અન્ય ગેજેટ્સ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રતિબંધ રહેશે.પરીક્ષા કેન્દ્રની આસપાસ અનધિકૃત વ્યક્તિઓને ભેગા થવા પ્રતિબંધ રહેશે. લાઉડ સ્પિકર વગાડવા પર, પરિક્ષા દરમિયાન ૧૦૦ મીટરના આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ-ફેક્ક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર તેમજ અન અધિકૃત વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ પરીક્ષા કેન્દ્રની સુરક્ષા માટે ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા પરીક્ષા માટે નિયુક્ત અધિકારીઓ પર લાગુ પડશે નહીં
આ જાહેરનામું તા. ૦૭/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

પરીક્ષા કેન્દ્રો
જે.બી. એન્ડ એસ.એ. સર્વજનિક હાઈસ્કૂલ, વ્યારા, યુનિટ ૧-૨, શ્રી એમ.પી. પટેલ સેકન્ડરી સ્કૂલ, વ્યારા, જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ, ઈન્દુ, કે.એમ. ગાંધી પ્રાઈમરી સ્કૂલ, વ્યારા, શ્રી કે.બી. પટેલ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, વ્યારા, શ્રી કે.કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યારા, શ્રી પી. એન્ડ બી. વિદ્યાલય, કપૂરા, દક્ષિણાપથ વિદ્યાલક્ષ્મી વિદ્યાલય, વ્યારા શ્રીમતી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા, યુનિટ ૧-૨.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *