તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી દ્વારા માઁ શિવદુતિ સાયન્સ સ્કુલ ખાતે નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા “ક્વોન્ટેમ યુગ શરૂ થાય છે. : સંભાવનાઓ અને પડકારો” વિષય પર જીલ્લાની ૪૦ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓએ પી.પી.ટી./ચાર્ટ/મોડેલ રજુ કરી ભાગ લીધો. આ સ્પર્ધાથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો સચોટ અભિગમ કેળવાય તે હેતુ સિદ્ધ થાય તે રીતે મૂળભૂત વિજ્ઞાન વિષય પર જુદાંજુદાં બાળકોએ પોતાના વિચારો આગવી છટાથી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રસ્તુત કર્યા. આ સ્પર્ધામાં કુલ – ૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા સૌનો અભિવાદન કરી આવકાર આપી ગણિત વિજ્ઞાન પ્રત્યે ઊંડો રસ દાખવવા બાળકોને આહવાન કર્યું. અને વધુને વધુ બાળકો સ્પર્ધાત્મક બને તેવો ભાવ દરેકના મનમાં પ્રગટે.
આં સ્પર્ધામાં ૪૦ બાળકો પૈકી પ્રથમ ક્રમે પી.પી. સવાણી સ્કુલની વિધ્યાર્થીની એન્વીકુમારી વિપુલભાઇ વારા અને દ્રુતીય ક્રમે મા શિવદુતિ સાયન્સ સ્કુલ વ્યારા તનુકુમારી શર્મા આમ બન્ને દિકરીઓને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી રોકડ પુરસ્કાર આપ્યો અને બાકીના સૌ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આં કાર્યક્રમમાં યજમાન શાળાના ટ્રસ્ટી અજયભાઇ રજપુત અને નિર્ણાયક તરીકે ડાયરેક્ટરશ્રી કેતનભાઇ શાહ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. અંતે વિજ્ઞાન પ્રચારક નિપુણાબેન ચૌધરીએ આભાર વિધિ કરી હતી. સૌ અલ્પાહાર કરી છુટા પડ્યા. અને વિજેતા બંને વિદ્યાર્થીનીઓ અગામી દિવસોમાં ગુજકોસ્ટ ગાંધીનગર મુકામે રાજ્ય લેવલે ભાગ લેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

