શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ હેઠળ પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક-દેશભક્તિના સંદેશ તેમજ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતા ગણેશ પંડાલોને રાજ્ય કક્ષાએ રોકડ પુરસ્કાર જીતવાની તક
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫
તાપી જિલ્લાના પંડાલોને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધામાં ઇકોફ્રેંડલી અને ‘લોકલ ફોર વોકલ’ના અભિગમ હેઠળ ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરતા કલેક્ટર ડો.વિપિન ગર્ગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮. તાપી જિલ્લામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં ગણેશ પંડાલની પસંદગી કરવામાં માટે મંડપ શણગાર, સામાજીક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિંદુર-દેશ ભકિત, સ્વદેશી, પંડાલની સ્થળ પસંદગી વગેરે બાબતોને ધ્યાને લઈ નિર્ણાયક સમિતી દ્વારા પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલવમાં આવશે.
જ્યાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર ખાતે રાજ્યના ૨૯ જિલ્લાઓ માંથી પસંદ થયેલ “બેસ્ટ ઓફ થ્રી” પંડાલો માંથી પ્રથમ વિજેતા શ્રેષ્ઠ પંડાલને રૂ. ૫ લાખ, દ્વિતિય ક્રમે રૂ. ૩ લાખ, તૃતીય ક્રમે રૂ. ૧.૫ લાખ તથા પાંચ પંડાલોને રૂ. ૧ લાખનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે –રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવને સર્જનાત્મકતા, કલા અને સામાજિક સંદેશ સાથે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે. તાપી જિલ્લાના પંડાલોએ ઉત્સાહભેર ભાગ લેવું જોઇએ. આ સ્પર્ધા તાપી જિલ્લાના વધુમાં વધું ગણેશ પંડાલો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
વધુ માહીતી માટે મો.૯૮૨૫૧૨૨૩૪૮,મો. ૯૪૦૮૫૫૩૬૫૧ તેમજ ૦૨૬૨૬૨૨૧૬૨૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

